
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલ ઓલ ઈન્ડીયા કોલેજ પ્રિન્સીપાલ્સ એશોશીએશનના પ્રમુખ થવાથી જીએલએસ યુનિવર્સિટી ધ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ કહ્યું હતુ કે સમગ્ર દેશની હાયર એજ્યુકેશનની સંસ્થાઓના વડાઓનું નેતૃત્વ પ્રિન્સીપાલ સંજય વકીલને મળવાથી સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. દેશની ન્યુ એજ્યુકેશન પોલીસી સંદર્ભે સંપૂર્ણ છણાવટ તથા તેના અમલીકરણ માટે આ સંસ્થા સકારાત્મક ભૂમિકા ભજવશે તેની મને ખાતરી છે. આ પ્રસંગે પોતાના પ્રતિભાવમાં પ્રિન્સીપાલ વકીલે કહ્યું હતુ કે સમગ્ર દેશના ૧૦૦૦ સભ્યો ધરાવતા સંગઠનમાં પ્રમુખપદ મળવાથી મોટી જવાબદારી નિભાવવાની સાથે હાયર એજ્યુકેશન બાબતે જરૂરી સુધારાઓ તૈયાર કરી શિક્ષણ વિભાગને પરામર્સ કરી તેના અમલીકરણ માટે હકારાત્મક પ્રયત્નો કરવામાં આવશે. આ સત્કાર સમારોહમાં જીએલએસ યુનિવર્સિટીના ડાયરેક્ટર્સ તથા ગુજરાત રાજ્યની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો હાજર રહ્યાં હતા. પ્રિ.દિગ્વીજયસિંહ ગોહીલ, પ્રિ.ભાલચંદ્ર જોષી તથા પ્રિ.એસ.એન.ઐયરે પ્રાસંગોચિત વક્તવ્યો આપી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રિ.સુભાષ બ્રહ્મભટ્ટે કર્યું હતુ.