તું ભલેને આજે પ્રગટાવ હોળી,
કેસુડાનું શીતળ જળ થઈ ઠારજે હૈયાહોળી

કોઈને હૈયે ઘાવ પડ્યા છે,
કોઈ-કોઈને ખૂદના નડ્યા છે,
કોઈના અંદર ખૂણા રડ્યા છે,
કોઈને નિરાધાર ઘડ્યા છે,
રવરવમાં ઠંડક ભરી દેતી કસુંબી દેજે ઘોળી,
કેસુડાનું શીતળ જળ થઈ ઠારજે હૈયાહોળી
કોઈ સૂના ઘરની ભીંત રડે છે,
દૂર ક્ષિતિજ પર અંધાર ચડે છે,
ભાવી થઈ ભેંકાર અડે છે,
મનમાં કંઈ દાનવ લડે છે,
આ પીડબંકાને દોખજમાંથી કાઢજે ખોળી ખોળી,
કેસુડાનું શીતળ જળ થઈ ઠારજે હૈયાહોળી❗️
– મુકેશ દવે