છેલ્લાં 67 વર્ષથી સુભાષ માર્કેટ પાસે ઉજવાય છે હોલીકા મહોત્સવ
આ હોલિકા જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે
આ હોલિકાની મન્નત પણ લોકો રાખે છે
રાજયમાં આજે અનેક જગ્યાએ હોલિકા દહનના કાર્યક્રમમો યોજવાના છે. ત્યારે છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આજે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, અને શહેરના અલગ અલગ 2૦૦થી વધુ સ્થળ ઉપર હોલિકા દહનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, જેના માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે જામનગરમાં 25 ફૂટનું હોલીકાનું પુતળું આકર્ષણનું કેન્દ્ર દર વર્ષે બને છે.

નાની મોટી સ્ટેચ્યુ વાળી હોલીકા પણ બનાવવામાં આવે છે
ભોઈ જ્ઞાતી દ્વારા દર વર્ષે યોજાતી હોલિકા દહન રાજ્ય ભરમાં પ્રખ્યાત છે. ત્યારે હોલીકા દહનના દર્શન કરવા એક લાવો છે. આ હોળી બનાવવામાં તેઓ એક મહિના પહેલા હોલિકા બનાવવાની તૈયારી કરતા હોય છે. છેલ્લાં 67 વર્ષથી સુભાષ માર્કેટ પાસે આવેલી શાકમાર્કેટ પાસે હોલીકા મોહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે. 25 ફૂટની હોલિકા બનાવવા માટે તેઓ ઘાસ, બારદાન, છાણા-લાકડા અને તેને કલર કરી તેને શણગાર માટે આર્ટીફીશિયલ આભૂષણો, ઘરેણાં અને સાડી પહેરાવી તૈયાર કરવામાં આવે છે તેની સાથે પ્રહલાદનું પણ પૂતળું અલગથી બનાવવામાં આવે છે. અને શહેરના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોળીકા દહનનો આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વિસ્તારમાં 25થી 30 બીજી નાની મોટી સ્ટેચ્યુ વાળી હોલીકા પણ બનાવવામાં આવે છે.
શહેરી વિસ્તારમાં 250થી વધુ સ્થળો પર હોલિકા બનાવાઇ
આ હોલિકાના દર્શન માટે જામનગર અને આસપાસના ગામના લોકો ત્યાં આવે છે. આ પૂતળાં વાળી હોલિકા જામનગર અને ગુજરાતમાં ક્યાંય જોવા મળતી નથી. આ રેકોર્ડ બૂક માં સ્થાન પામેલી આ હોલિકા બનાવવા માટે ભોઈ જ્ઞાતિમાં બાકાયદા ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને આ વિસ્તારમાં હોલિકા સ્ટેચ્યુના સરઘસ સમયે અનેક મહિલાઓ માનતાઓ પૂરી કરવા આવે છે. જામનગર સહીત દરેકે દરેક પ્રાંતમાં હોળી ઉત્સવ જુદી જુદી રીતે મનાવાય છે અને સાડા 6 દાયકાઓથી આ સ્ટેચ્યુવાળી હોલિકા દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે. ખાસ તો જામનગર શહેરી વિસ્તારમાં 250થી વધુ સ્થળો પર હોલિકા બનાવવામાં આવે છે અને દરેક જગ્યાએ છાણા કે લાકડાના ભુસુ થી હોલિકા બનાવવામાં આવે છે. ત્યારે જામનગરમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લા 67 વર્ષથી પૂતળા વારી હોળી બનાવીને સમગ્ર દેશ અને ગુજરાતમાં પોતાની હોલિકાને અલગ રીતે આકર્ષકનું કેન્દ્ર બનાવવામાં આવે છે.
Suresh vadher
9712193266.