કોરોનાની જેમ ફ્લૂના કેસ દરરોજ વધી રહ્યા છે. આ વચ્ચે હવે કોરોનાને લઈને પણ ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં દેશભરમાં 1898 નવા કોરોનાના કેસ નોંધાતા ચિંતા વધી છે. ગયા અઠવાડિયે કોરોનાના કેસમાં 63 ટકાનો વધારો થયો છે. જ્યારે તેના ગયા અઠવાડિયે 39 ટકાનો વધારો અને તેના પહેલા 13 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વધારે નવા કેસ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે.
