હોળી અને દિવાળી :-

હોળી પુનમ પર આવે.
દિવાળી અમાસ પર આવે.
હોળી પછી ઉનાળો શરૂ થાય.
દિવાળી પછી શિયાળો
શરૂ થાય.
હોળી માં ખડુંકલો કરી ને,આગ પ્રગટાવાય.
દિવાળી માં દીવડાં ઓ
પ્રગટાવાય.
હોળી માં એક બીજા પર, રંગો ઉડાળાય.
દિવાળી માં રંગો સુંદર રીતે રંગો , રંગોળી માં પુરાય.
હોળી માં વસ્ત્રો રંગો થી
ખરડાય.
દિવાળી માં સુંદર વસ્ત્રો ધારણ કરાય.
હોળી માં સાદો આહાર લેવાય.
દિવાળી માં ભારે આહાર લેવાય.
હોળી માં ઠાકોરજી બધાં ને
ખેલૈયા કરે.
દિવાળી માં ઠાકોરજી વેપારી થાય. સૌ વરસ નું સરવૈયું કરે.
હોળી માં ઢોલ વાગે ઢમ ઢમ. ઢમ ઢમ.
દિવાળી માં ફટાકડાં ફોડવામાં આવે , ફટાફટ
ફટાફટ.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ