તા. ૧૨ માર્ચ ૨૦૨૩

ધોરાજી ખાતે નગરપાલીકા સંચાલીત ‘કૈલાસ ધામ’ સ્મશાન ગૃહમાં લાખોને ખર્ચે ઈલેક્ટ્રીક સ્મશાનનું નિર્માણ કરવામાં આવેલ છે જે ઘણા દિવસથી બંધ હાલતમાં હોય જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અવાર-નવાર આ ઈલેક્ટ્રીક સ્મશાન બંધ થાય છે. તેનું યોગ્ય રીતે રીપેરીંગ કરાવવા માંગ ઉઠવા પામી છે. અહીં નવું ગેસ સંચાલીત સ્મશાન બને તો પાવર અને સમયનો બચાવ થાય તેમ છે. જાગૃત નાગરીકોએ ધોરાજીના ઈલેક્ટ્રીક સ્મશાન ગૃહને તાત્કાલીક ચાલું કરવા અંગે ચીફ ઓફીસરને રજુઆત કરેલ છે.