લોસ એન્જલસમાં ચાલી રહેલા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મો અને ગીતોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’એ ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ ભારતને વધુ એક ઓસ્કાર મળ્યો છે. ભારતીય ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટૂ-નાટૂ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે.
