કુંડામા વડનુ વૃક્ષ આ એટલા માટે મુક્યુ છે આ કાલા માથા ના માનવી ની કરામત કહો કે વિનાશ કાલેન વિપરીત બુધ્ધી આજે એક નર્સરી મા અમસ્તો આંટો મારવા ગયો જોયુ અલગ અલગ પ્લાન્ટેશન જોય ને મન માં આનંદ થયો પણ એક જગ્યા એ જય ને અટક્યો જોયુ જાણેલુ વૃક્ષ લાગ્યુ ધ્યાન થી જોયુ વડ નુ વૃક્ષ હતુ અને એ પણ એના મીનીયેચર રુપ મા મન મા થયુ જો મીનીયેચર મા માણસ આટલી મહેનત કરે છે જો એના કરતા આ વૃક્ષ ને એના મુલ સ્વરુપમાં ઉગાડ્યુ હોત તો કેટલુ સુંદર અને ઘટાદાર વૃક્ષ હોત અને કેટલા ને કામ લાગત આ ઉનાડા મા પક્ષી ઓ ને છાંયો આપત રસ્તે રખડતી ગાયો ને છાંયો મડત અને મારા તમારા જેવા મીત્રો ને પણ આ તડકા મા ઠંડો છાંયો મડત માણસે શક્તિ પ્રાપ્ત કરી છે પણ ઉપયોગ ખોટી જગ્યાએ કરે છે પ્રકૃતિ ને એના મુડ સ્વરુપ માં જ રહેવા દે તો સારુ છે પણ જો પ્રકૃતિ સાથે છેડછાડ કરી ને માનવીએ જે પણ બનાવ્યુ તે માણસ જાત ને વિનાસ તરફ જ દોરી જાય છે
