ગુજરાતમાં આજે કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ 810એ પહોંચ્યા છે. અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12, વડોદરામાં 7, સાબરકાંઠામાં 5, વડોદરા ગ્રામ્યમાં 5, મહેસાણામાં 3, રાજકોટ જિલ્લામાં 3 , અમદાવાદ જિલ્લામાં 2 કેસ, આણંદમાં 2 , મહિસાગરમાં 2 અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે. કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે. કોરોનાથી આજે 48 દર્દી સાજા થયા છે.
