આજે “વિશ્વ કવિતા “દિવસે …આપણાં સૌ કોઈમાં વસેલા ઓછા -વત્તા પ્રમાણમાં હદયસ્થ થયેલા કવિત્વને અનોખી શુભકામનાઓ .
કલ્પનાની પાંખે ઉડીને સ્વપ્નલોકમાં સરવું કોને ન ગમે …! શબ્દોની ભૂમિ પર સપનાને ઉછરતાં જોવા
એ અઘરું તો છે , પણ અશક્ય નથી .

તારા સ્મિતથી ….
લીલા પાન પર ઝાકળ ખીલે ,
ડુંગરની ઓથે સૂરજ ઉગે ,
મારી વાત માન ,
તારા સ્મિતથી મારી પરોઢ જાગે ,
ફૂલની છાબમાં અત્તર ઢળે ,
ખુશ્બુનો એક ખજાનો મળે ,
મારી વાત માન ,તારા સ્મિતથી ઝાકળ હસે ,
ચહેરા પર અનેરું તેજ ખીલે ,
કિરણો કહું ,તું કેમ જલે ,
મારી વાત માન ,તારા સ્મિતથી સૂરજ નમે ,
ફૂલ તો બીજે દિ ,ખરી પડે ,
હૈયે છાપ તારી ,ઝાંખી ના પડે ,
મારી વાત માન ,તારા સ્મિતથી મૈત્રી મ્હેંકે …
બીના પટેલ