કવિતા નું શિર્ષક :- ” *સ્વપ્નું*
જીંદગી સ્વપ્નમાં કશુંક કહી ગઈ,
જીંદગી નથી સ્વપ્નું છું એવું કહી ગઈ….

જીંદગી સ્વપ્નાવસ્થામાં મરી ગઈ,
જાગીને જોયું તો સાચે જ એ જીવી ગઈ…..
જીંદગી સ્વપ્નમાં સ્વપ્નું બની આવી ગઈ,
ઉંઘમાં ને ઉંઘમાં એ તો સાલી ફાવી ગઈ…..
જીંદગી રાત્રે સ્વપ્નામાં જીવી ગઈ,
સ્વપ્નામાં ને સ્વપ્નામાં માળી હાળી એ તો સૂઈ ગઈ…..
જીંદગી સ્વપ્નમાં મારી સાથે રમત રમી ગઈ,
સ્વપ્નામાં જ એ તો ગજબની કરામત કરી ગઈ…..
જીંદગી સ્વપ્નામાં અધૂરે સ્વપને મને ઉઠાડી ગઈ,
ઝબકીને જોયું તો એ બારી બહાર નીકળી ગઈ…..!.
-શૈલેષ પટેલ
– આર્ટિસ્ટ.
– વડોદરા.