*આવો ગયું,*
*પધારો ગયું*
*અને નમસ્તે પણ ગયું,*

*”હાય” અને “હેલ્લો” ના હાહાકારમાં,*
*સ્નેહ ભીના શબ્દો ગયા.*
*મહેમાન ગયા,*
*પરોણા ગયા,*
*અને અશ્રુભીના આવકાર પણ ગયા,*
*”વેલ કમ” અને “બાય બાય” માં*
*લાગણીઓ તણાઈ ગયા.*
*કાકા ગયા,*
*મામા ગયા,*
*માસા ગયા,*
*અને ફુવા પણ ગયા,*
*એક “અંકલ” ના પેટમાં*
*એ બધા ગરકાવ થયા.*
*કાકી, મામી,*
*માસી, ફોઈ,*
*ને સ્વજનો વિસરાઈ ગયા,*
*એક “આંટી” માં બધાં સમાઈ ગયા.*
*કુટુંબ નામનો માળો તૂટ્યો,*
*પંખી બધા વેરવિખેર થયા,*
*હું ને મારા માં*
*બધા જકડાઈ ગયા.*
*હાલરડાંના હલ્લા ગયા,*
*લગ્નના ફટાણા ગયા,*
*ડીજે ને ડિસ્કોના તાન માં*
*બધા ગરકાઈ ગયા.*
*આઈસ્ક્રીમના આડંબરમાં*
*મીઠા ગોળ ને ધાણા ગયા.*
*લાપસી ગયા, કંસાર ગયા,*
*ખીર અને ખાજા ગયા,*
*”કેક” ના ચક્કરમાં*
*બધા ફસાઈ ગયા.*
*માણસ માંથી માણસાઇ*
*ને સંબંધ ગયા*
*ને કામપૂરતા માત્ર*
*મોબાઈલ નંબર રહી ગયા.*🙏🌹🙏🌹🙏