આ સવાલનો જવાબ હું નહિ આપું…
કારણ કે એ જવાબ તમને જ મળી ગયો હશે.
મોટાભાગના લોકો એ છોકરીને સાવ બગડેલી અને રખડેલ ગણીને મોઢું બગાડશે.
તો અમુક છોકરાઓ જો છોકરી સારી દેખાશે તો એને “ધ્યાનથી” જોશે અને કંઇક ભળતી કમેન્ટ કરીને પસાર થઇ જશે.
તો અમુક નબીરાઓ એ છોકરીને જોઈને ચોંકી જશે અને એના મિત્રને કોણી મારીને ધીમેથી કહેશે “અલ્યા જો પેલી છોકરી સિગરેટ પીવે છે.”
તો સામે એનો ફ્રેન્ડ સિગરેટનો કશ મારતા કહેશે “છોડને યાર આવી છોકરીઓ તો સાવ બગડેલી જ હોય છે.”
એક સર્વે પ્રમાણે એવું માનવામાં આવે છે કે આખા વિશ્વમાં ૧૦ માંથી ૨ છોકરીઓ સિગરેટ પીતી હોય છે.
અમુક છુપાઈને તો અમુક બિન્દાસ થઇને પણ પીવે છે.
પણ મુદ્દો અહી એ નથી.
મુદ્દો એ છે કે આપણે કોઈ છોકરીને સિગરેટ પીતી જોઈને એના ચરિત્ર વિષે ગમે તેવી કમેન્ટ કરી દેતા હોઈએ છીએ.
માનું છું કે પહેલી વાર કોઈ છોકરીને સ્મોકિંગ કરતા જોઈને શોક લાગે “કારણ કે આપણે તો એક જ મેન્ટાલીટી લઈને ફરતા હોઈએ છીએ કે સ્મોકિંગ તો માત્ર પુરુષો જ કરી શકે.”
આજ સુધી કોઈ પુરુષ ને સ્મોકિંગ કરતા જોઈ કોઈ છોકરીને ચોકતા જોઈ ? ના , કારણકે પુરુષો તો સ્મોકિંગ કરી શકે કારણ કે એ પુરુષ છે પણ છોકરીને સ્મોકિંગ કરતા જોઈને ચોંકી જવાય કારણ કે એ છોકરી છે, કે સ્ત્રી છે.
મારા એક મિત્ર છે જે નીફ્ટ ની(national institute for fashion tech.) મુલાકાતે ગયા હતા અને જયારે એ પાછા ફર્યા ત્યારે મેં એમને “કેવો રહ્યો અનુભવ” એવું પૂછ્યું તો કહે “યાર ત્યાની છોકરીઓ તો સાવ કેવી છે, એમાંની કેટલી બધી તો સાવ ડીપ કપડા પહેરીને ફરતી હતી અને અમુક બહાર સ્મોક કરતી હતી.”
તો મેં પુછ્યુ કે “અમુક છોકરાઓ પણ સ્મોકિંગ કરતા હશે …એમને જોઈને તું શોક ના થયો ?”
***
અમુક બીન્દાસ છોકરીઓ ફિકર ન કરીને પોતાના શોખ પુરા કરે છે તો લોકો એમના ચરિત્ર ઉપર કંઈ પણ બોલે છે.
આવા લોકોના બોલવાથી પેલી છોકરીઓને કોઈ ફરક નથી પડવાનો પણ અહી વાત આપણી મેન્ટાલીટીની છે, છોકરાઓ કરે તો રાસલીલા અને છોકરીઓ કરે તો કેરેક્ટર ઢીલા એ ક્યાનો ન્યાય ?
અમુક છોકરીઓ પોતાની ઇચ્છાથી તો અમુક અમુક માન્યતાઓને આધારે સ્મોકિંગ કરતી હોય છે.
અમુક માન્યતાઓ જેવીકે “સ્મોકિંગ કરવાથી વજન કાબુમાં રહે છે, સ્મોકિંગ કરવાથી સ્ટ્રેસ ઓછો પડે છે વગેરે”
પણ મેન્ટાલીટી એમની નહિ આપણી ચેન્જ કરવાની જરૂર છે.
છોકરી પોતાની ઇચ્છાથી એ કામ કરી રહી છે જેમાં આપણે એના વિષે બોલનાર કોઇ જ નથી.
મેં અમુક લોકોને જોયા છે કે જયારે છોકરી આવેશમાં આવીને ગાળ બોલી જાય તો લોકો “હાય હાય આ તો ગાળો બોલે છે, સાવ બગડેલી છે”
કેમ કઈ રીતે બગડેલી છે ?
માત્ર એક જ કારણ થી કે એ ગાળ બોલી પોતાના આવેશને દેખાડવા, ગુસ્સો બહાર કાઢવા ? સાલું આ કેવું ? પુરુષો મીનીટે મીનીટે વગર કારણે ગાળો બોલે છે છતાં લોકો “હાય હાય” નથી કરતા કારણકે એ પુરુષ છે એટલે ?
આપણે ૨૧ મી સદી માં આવી ગયા છીએ, ઘણા વિકસિત માણસો કહેવાઈએ છીએ છતાં અમુક મુદ્દાઓ એવા છે જેમાં આપણે આદીમાનવ જેવું વર્તન કરીએ છીએ.
માત્ર માનવ બનીએ અને થોડા સેન્સીબલ બનીએ તો આપોઆપ ૨૧ મી સદી ખુદ અનુભવ કરશો…
RIGHT NE FRNDZ ???
