તજઃ- તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે શ્વાસની દુર્ગંધને દૂર કરે છે. તેને સીધા જ ચાવી શકો છો કે ચામાં મેળવીને પી શકો છો કે પાણીમાં ઉકાળીને નેચરલ માઉથવોશ તૈયાર કરી શકો છો.

વરિયાળીઃ- શ્વાસને પ્રાકૃતિક રીતે સુધારવા માટે વરિયાળી ખાવાનું ફાયદાકારક માનવામાં આવે છે. ભોજન પછી વરિયાળી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે સ્લાઈવાના(લાળ) ઉત્પાદનને વધારે છે અને શ્વાસની દુર્ગંધ માટે જવાબદાર કિટાણુને ખતમ કરે છે. તે એસીડીટી રિફ્લેક્સને પણ રોકે છે.
ફુદીનોઃ- માઉથ ફ્રેશનર્સમાં ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. કૂલિંગ ઈફેક્ટ માટે લોકપ્રિય ફુદીનો કે મિંટ શ્વાસને તાજી રાખે છે. ફુદીનાની ચા કે પછી તેના પાન ચાવવાથી પણ સારું રહે છે.
ઇલાયચીઃ- ઈલાયચીને મુખમાં લઈને થોડીવાર ચાવો. તે સિવાય તમે ભોજન પછી ઈલાયચીની ચા પણ પી શકો છો.
અજમોઃ તેમાં ફ્લોરોફિલ હોય છે, જે જીવાણુ સામે લડે છે. તે એક સારું માઉથ ફ્રેશનર છે. જે શ્વાસની દુર્ગંધને ખતમ કરવાની સાથે-સાથે પાચન ક્રિયાને પણ સુધારે છે.
સરસિયાનું તેલઃ- એક ચમચી સરસિયાનું તેલ લઈને તેને પોતાના મુખમાં રાખીને 30 સેકન્ડ રાખીને સારી રીતે હવાલો પછી થૂકી દો. ત્યાર પછી એક બીજી ચમચી લઈને તને ગળી જાઓ. તેનાથી મુખની દુર્ગંધ દૂર થઈ જાય છે.
ગ્રીન ટીઃ- તમારા શ્વાસને તાજી રાખવા માટે તમારી દિનચર્યામાં ગ્રીનટીને એક કપમાં જરૂર સામેલ કરો.