દાંતની સફાઇ-

નિયમિત દાંતોની સાર-સંભાળ અને વ્યવસ્થિત સફાઇ કરવાથી દાંતોની ઉંમર વધે છે. દાંતોને સ્વસ્થ બનાવવા માટે નાની-નાની અને મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ.
– સૌ પ્રથમ દાંતોની સ્વચ્છતા પર ધ્યાન આપો.
– કોઇપણ મીઠી અથવા ગળી ચીજવસ્તુ ખાધા પછી પાણીથી કોગળા કરી દેવા જોઇએ જેથી દાંત બગડે નહીં.
– તમે બ્રશ પાઉડરથી કરતાં હોવ તો પાઉડર એકદમ ઝીણો હોવો જોઇએ.
– ઘણી વ્યક્તિઓ દાંતમાં દુખાવો થાય એટલે તમાકુ ભરી દે છે. તેવું ક્યારેય પણ ન કરો.
– બ્રશ સ્મૂધ અને દાંતને અનુરૂપ રાખવું જોઇએ.
– દાંત પર બ્રશ વ્યવસ્થિત રીતે કરો.
– દાંત પર ખાલી બ્રશ ઘસવાથી દાંતોના ‘એનેમલ’ ને નુકશાન પહોંચાડે છે.
– ગરમ-ઠંડી વસ્તુનો એલસાથે ઉપયોગ ન કરો.
– દાંત પીન અથવા ટાંકણીથી ક્યારેય ન ખોતરો તેનાથી દાંતને નુકસાન થાય છે.
– એક પ્રકારની પેસ્ટનો લાંબા સમય સુધી પ્રયોગ ન કરો. ક્યારેક-ક્યારેક દાંતોને વ્યાયામ કરાવો. જેમ કે ચણા ખાવાથી અને શેરડી ચૂસવાથી દાંતોની કસરત થાય છે.
– પાન-મસાલા, ગુટખાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરવો જોઇએ.
– બાળકોના હલતા દાંતને જલદીથી પાડી દેવો. જેનાથી નવો દાંત વ્યવસ્થિત ઊગે છે.
ઘરગથ્થુ નુસખા-
દાંતોના ઉપચારમાં ઘરગથ્થુ નુસખાઓ પોતાનું અલગ મહત્વ ધરાવે છે, કારણ કે તેનાથી કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી અને આ ચીજવસ્તુઓ ઘરમાં ઉપલબ્ધ હોય છે.
– લવિંગને ગરમ કરીને તેને ચાવવાથી હલતાં દાંતના પેઢાં મજબૂત બને છે.
– લીલાં શાકભાજીનો ભોજનમાં વધુ પ્રયોગ કરવાથી દાંતોમાં સફેદી વધે છે.
– સરસિયાના તેલમાં એક ચમટી નમક (મીઠું) મે૰ળવીને દાંત પર ઘસવાથી દાંત ચકચકિત બને છે અને પેઢામાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે.
– તુલસી અને જામફળનાં પાંદડા ચાવવાથી દાંતોનો દુ:ખાવો દૂર થાય છે.
– જાંબુના ઠળિયાને સૂકવીને દાંતો પર ઘસવાથી દાંતોનું હલવું અને લોહી બંધ થાય છે.
https://play