માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરો. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોતા રહો. જો તમને કોવિડ-19ના લક્ષણો જણાય છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.
