ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજ રોજ ગુજરાતમાં 402 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીઓનું કોરોનાને કારણે મૃત્યું થયા છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, કોરોના હાલમાં દેશમાં વધી રહ્યો છે તેનાથી ડરવાની જરૂર નથી પણ સર્તક રહેવાની જરૂરી છે. આપણા દેશમાં બનેલી વેક્સિન કોરોનાના દરેક પ્રકારના વેરિએન્ટમાં કારગર છે.
