આજે સુરતમાં પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે ‘રંગહોત્ર-5’ નો શુભારંભ થયો. આવનારા 4 દિવસ સુરત નાટકમય રહેશે. એ સિવાય પણ મારે માટે આજનો દિવસ ખાસ છે.

સનાતન સંસ્કૃતિમાં ચાર વેદ ઉપરાંત પાંચમો વેદ એટલે ‘નાટ્ય વેદ’. નાટક એક સાધના છે. રંગમંચ પર ઊભા રહેનાર કળાકારની પાંચેય ઇન્દ્રિયો વશમાં હોય, તો સાધના પૂરી થાય.
એમાં ય એકોક્તિ તો અત્યંત અઘરી! ઓડિયન્સની સામે સ્ટેજ પર એકલા જ હોવ ત્યારે પાંચેય ઇન્દ્રિયો સિંક્રોનાઇઝ કરીને એક એવું વાતાવરણ ખડું કરવું પડે, જે પ્રેક્ષકને બાંધી રાખે! અત્યંત અઘરું કામ!
આ અઘરું કામ પાર પાડવા માટે પાયાની બાબત સાબિત થાય કથા. સારી કથા-સ્ક્રિપ્ટ હોય, તો ડિરેક્ટર અને એક્ટરનું ઘણું કામ આસાન બને. પણ આપણે ત્યાં એક સામાન્ય ફરિયાદ એવી છે કે મોનો એક્ટ માટે સારી સ્ક્રિપ્ટ જલ્દી મળતી નથી.
આ માટે અમે નક્કી કર્યું કે એક એકોક્તિ સંગ્રહનું સંપાદન કરવું. આ બાબતે નાટ્યકર્મી મિત્ર વૈભવ દેસાઈએ આંગળી ચિંધ્યાનું પુણ્ય કર્યું. સહસંપાદક તરીકે મજાના યુવામિત્ર કિશન દેસાઈ અને પ્રકાશક તરીકે સાહિત્ય સંગમના ચિંતન ભાઈનો સહયોગ સાંપડ્યો. એ પછી તો કપિલદેવ શુક્લ, પંકજ પાઠકજી, સોનલ વૈદ્ય કુલકર્ણી, દેવાંગ જાગીરદાર, ગિરીશ સોલંકી, શૈલેન્દ્ર વડનેરે જય દીક્ષિત, સંકલ્પ કુલકર્ણી જેવા નાટકને વરેલા મિત્રોનો સહયોગ અને હૂંફ મળતા રહ્યા… અને હવે પબ્લિકેશન માટે તૈયાર છે એકોક્તિ સંગ્રહ “એકરૂપ”.
આજે રંગહોત્રના આરંભે મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલા અને નાટ્ય ધૂરંધરોના હસ્તે એકરૂપનું કવર લોન્ચ કરવામાં આવ્યું, એ સાથે જ પ્રિ-બુકિંગ (Rs 170/- QR Code image atached) પણ શરૂ કરી રહ્યા છીએ. એપ્રિલ એન્ડ સુધીમાં પુસ્તક પબ્લિશ થઈ જશે.
So friends, it’s ur call now 😇