મરચાની તીખાશથી તો આંખોમાં આંસુ આવી જાય પરંતુ આ વર્ષે મરચાને જોવાથી પણ આંસુ આવી જાય તેટલા ઉંચા ભાવ મરચાના છે. મરચાના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ 40થી 45% જેટલો તોતિંગ ભાવ વધારો નોંધાયો છે. મરચા સિવાયના અન્ય ખાદ્ય મસાલાના ભાવ પર નજર કરીએ તો તેમાં ગયા વર્ષની સરખામણીએ કોઈ વિશેષ વધારો નોંધાયો નથી. પરંતુ મરચામાં આ વર્ષે 40થી 45 ટકા જેટલો ભાવ વધારો છે.

માવઠું પડવાની પાક ખરાબ થયો
મસાલાના વેપારીઓ જણાવે છે કે, પહેલી વખત સર્વોચ્ચ અભાવ મરચામાં જોવા મળી રહ્યો છે આટલા ઊંચા ભાવ પહોંચશે તેવી કલ્પના પણ નહોતી કરી. માર્કેટ પણ આવું અપેક્ષા રાખતું ન હતું. મરચા અને અન્ય મસાલાઓમાં ભાવ વધવામાં કારણે લોકોની ડિમાન્ડ ઘટી છે. બારેમાસ મસાલા ભરતા ગ્રાહકો જરૂરિયાત કરતા ઓછા મસાલા લઈ રહ્યાં છે.
ગ્રાહકો જરૂરિયાત કરતા ઓછા મસાલા લઈ રહ્યા છે
આ વર્ષે શિયાળો છેક હોળી સુધી ચાલ્યો છે. સામાન્ય રીતે શિવરાત્રિ પછી ઠંડી તબક્કાવાર ઘટી જતી હોય છે. પરંતુ આ વર્ષે એવું ન બન્યું. ઠંડી છેક હમણાં સુધી રહી આ સ્થિતિમાં ઠંડક અને ઝાંકળ પડવાના કારણે ઘાણાજીરૂનો પાક લોચો વળી ગયો છે. જેના કારણે મોટા પ્રમાણમાં ઉત્પાદનની ઘટ જોવા મળી છે.. સાથે જ આ ભાવ વધારા પાછળ પેટ્રોલ, ડિઝલ અને સીએનજીમાં થયેલો ભાવવધારો પણ એક કારણ છે.
Suresh vadher
9712193266