નર્મદા પરિક્રમા માટે પધારતા ભાવિકોના પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુંબહાર પાડ્યું.

રાજપીપલા, તા 27
છેલ્લા પાંચ દિવસથી
પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે હજારોની સંખ્યામા ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નાવડીઓ ની ઓછી સંખ્યા અને ભારે ભીડ ને કારણે લોકોને જીવના જોખમે નદી પાર કરવાનો વારો આવ્યો હતો તો અસંખ્ય લોકો પરિક્રમા કર્યા વગર જ પાછા ફરતા લોકો મા તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો. જોકે અન્ય અસુવિધા બાબતેઅમારા પ્રતિનિધિ દ્વારા સચોટ અહેવાલ પ્રસિદ્ધ થતાં આજે નર્મદા જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ સી.એ.ગાંઘીને જાહેરનામું બહાર પાડવાની ફરજ પડતા અમારા અહેવાલનો પડઘો પડયો હતો.જે અનુસંધાને આજે નર્મદા પરિક્રમા માટે પધારતા ભાવિકોના પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી નર્મદાની પંચકોશી પરિક્રમા શરૂ થઈ બે વખત નર્મદા નદી હોડી મારફત પાર કરી, પરત રામપુરા ગામ ખાતે શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અસંખ્ય ભાવિકો ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં પહોંચતા હોય છે. નર્મદા નદીમાં મગરો પણ અસ્તિત્વ ધરાવતાં હોઈ તેઓ માનવ ઈજા ન પહોંચાડે તે હેતુસર અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરિક્રમા માટે પધારતા ભાવિકો પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરે તેવી ઘટના ન બને તે માટે નર્મદા જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે પધારતા ભાવિકોના પગપાળા નદીમાંથી પસાર થઈ નદી પાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૭/૦૩/૨૦૨૩ થી તા.૨૦/૦૪/૨૦૨૩ (બંને દિવસો સહિત) કરવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ તથા આ કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ તથા આ કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્ને અધિકૃત કરવામાં આવેલ છે.
નદીમાં મગરો હોઈ તંત્ર 6 દિવસ પછીમોડે મોડે પણ જાગ્યુછે પણ
અન્ય સુવિધાઓ કયારે તંત્ર ઉભી કરશે એ સવાલો પણ પુછાઈ રહ્યા છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા