કેરળમાં મોબાઈલ ફાટવાને કારણે 8 વર્ષની બાળકીનું મોત થયું હતુ. મળતી માહિતી મુજબ અકસ્માત પહેલા યુવતી ઘણા સમય સુધી મોબાઈલમાં ગેમ રમી રહી હતી. બાળકીએ તેના ચહેરા પાસે મોબાઈલ રાખ્યો હતો. આ મામલે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો તમારા ઘરમાં પણ બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો તેમના પર ધ્યાન જરૂર આપતા રહો. તમે આવી ભૂલ ના કરતા. બાળકોને મોબાઈલથી દૂર રાખો.