વિચારનું હું વિશ્વ છું,
છું ઇચ્છાનું આકાશ.
લાગણીનો મહાસાગર છું,
કવિની ભાવનાનો ભર્યો થાળ.
વિકારોનો દાવાનળ સમો,
હું રાગ-દ્વેષની ખાણ.
અહંકાર ને ક્રોધ છે,
વળી લોભ-માયાની જાળ.
હું ઇન્દ્ર છું, અસ્થિર છું,
ભલભલાને ભુલાવું ભાન.
કદી અતીતમાં કદી ભવિષ્યમાં,
ન રાચવા દઉં. વર્તમાનમાં.
અપેક્ષાઓનો જનક છે.
મદ-મત્સર મારા દાસ.
સમગ્ર મનુષ્યજાતમાં,
અતિસમર્થ મારી પાક.
અવિદ્યાથી સંચિત થતો,
હું ‘મન’ એ મારું નામ.
ધ્યાન, સંયમ ને જ્ઞાનથી,
ને પથકી મારો નાશ.
ડૉ. સુધીર શાહ