સુરતમાં હાર્ટ એટેકે વધુ એકનો ભોગ લીધો છે. રાત્રે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા 25 વર્ષના યુવાનનું મોત થયું હતું. સુરતના સચીન વિસ્તારમાં જમીને મોડી રાતે સૂઇ ગયા બાદ સવારે યુવક જાગ્યો જ નહી, યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો. બીજા દિવસે જ્યારે મિત્રએ તેને ઉઠાડ્યો તો તે ઉઠ્યો જ નહીં. જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.