સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વેચાણ માટે મુકેલા કોમર્શિયલ પ્લોટમાં એક કરોડના ખર્ચે ‘કોર્પોરેટર ગાર્ડન’ બનાવવામાં આવ્યો છે. 7500 સ્ક્વેર મીટર એરિયામાં બનાવેલા આ ગાર્ડનમાં 25 જાતના ફૂલો વાવવામાં આવ્યા છે. જોકે આ ગાર્ડનમાં એક પણ અમદાવાદી જઈ શકશે નહીં. માત્ર રિવરફ્રન્ટ હાઉસમાં આવનારા અને અમદાવાદની મુલાકાતે આવનારા વીવીઆઈપી લોકો જ જઈ શકશે. ખાસ કિસ્સામાં સ્ટડી પર્પઝથી ગાર્ડનની મુલાકાત લઈ શકાશે. આ પ્લોટ કોમર્શિયલ છે એટલે જ્યારે પ્લોટ વેચાશે ત્યારે ગાર્ડન તોડી પાડવામાં આવશે.