અમેરિકાના મિસિસિપીની રહેવાસી 24 વર્ષની મિરેકલ પોગે 85 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરી લીધા છે. મિરેકલ પોગની મુલાકાત 2019માં ચાર્લ્સ પોગ સાથે થઈ હતી. બંને વચ્ચે ઓછા સમયમાં મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ચાર્લ્સ એક નિવૃત્ત રિયલ એસ્ટેટ એજન્ટ છે જ્યારે મિરેકલ વ્યવસાયે નર્સ છે. હવે આ કપલ IVFની મદદથી માતા-પિતા બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચાર્લ્સને હજી સુધી કોઈ સંતાન નથી.