રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનો અને આધેડ લોકોના હાર્ટ એટેકથી થતા મૃત્યુના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. મવડી ચોકડી નજીક 32 વર્ષીય મહિલાનું કપડા ધોતી વખતે હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે રામાપીર ચોકડી નજીક ભોજન લેતા સમયે હાર્ટ એટેક આવતા 40 વર્ષીય પુરૂષનું મોત થયું છે. તો બુધવારે સુરતમાં એક યુવકનું રાત્રે ઊંઘમાં જ મોત થયું હતું.