Namo News
No Result
View All Result
Saturday, September 30, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

” હીરબાઇ “- સંકલન : નીતિન ભટ્ટ.

by namonews24
June 6, 2023
0
153
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જા છ, બેટા હીરબાઇ ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!”
“ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.”
“અરે, બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું ને ભરી શું? ઉતારી લે, બાઇ ! એકેએક ચીજ ઉતારી લે, મેંથી એ નહિ જોયું જાય, બેટા ! મને એ માંડ્ય ચાંડ્ય કરનારી સાંભરશે ને ઠાલું મારું મન બળશે.”
નિસરણી માંડીને દીકરી દીવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે, અને બુઢ્ઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે, માનું ઘણાં વર્ષથી અવસાન થયું છે, સાત ખોટની એક જ દીકરી હીરબાઇને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ (જમાઇ) તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડાં, ત્રાંબાકૂંડીઓ, ડબરાં, ગાદલાં, ગોદડાં, ધડકીઓ, તોરણ, ચાકળા, ચંદરવા, સોનારૂપાના દાગીના-જે કાંઇ પિતાના ભર્યા ભાદર્યા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે. ગાડાં ને ગાડાં ભરાઇ રહ્યા છે.
“હાઉં બાપુ! હવે બસ કરી જાઓ.” હીરબાઇએ આડા હાથ દીધા.
“પણ હું મેલું કોના સાટુ !! બાપ ? હું તો હવે બે ચોમાંસા માંડ જોઇશ. અને તારું ગામતરું થયે તો આ પિતરાઇઓ આહીં તને થોડા ડગલુંયે ભરવા દેવાના છે?”
દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડાં લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે.
“હીરબાઇ,” ડોસો પોતાની પાઘડીને છેડે ચીંથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો. “આ લે, બેટા, અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે. મેં તો કૈંક વરસો થયાં દીપડો મારીને કાઢી રાખેલ – તારો ભાઇ થાય એની ડોકે બાંધવાની આશાએ., પણ સૂરજે સાવઝના નખ પહેરનારો નહિ સરજ્યો હોય…. હશે !! હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પે’રાવજે, હો !” માનો જણ્યો ભાઇ એ વખતે હીરબાઇને સાંભરી આવ્યો, આજ ભોજાઇ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી દસેય આંગળીએ ટાચકા ફૂટે એવાં મીઠડાં લઈ સાસરે વળાવનાર કોઈ ન મળે! અને બાપનું ભાણું દસ વરસથી પોતે સાચવેલું તેનું જતન રાખનાર કોઇ ન રહ્યું. હીરબાઇએ એકાંતે આંસુ ઠાલવ્યાં.
પચીસેક ગાડાંની હેડ્યો ભરાઇ ને કરિયાવર તૈયાર થયો. હીરબાઇએ નાહીધોઇ, અણાતને અરધે વળે તેવાં વસ્ત્રાભૂષણો સજી, રૂપનીતરતાં અંગને જાણે સોનેરૂપે મઢી લીધું. માવતરના ઘરને છાંયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી. ગાયો-ભેંસો એને બહુ વહાલી હતી, એટલે જઈને પશુડાંને ગળે બાઝી પડી; પશુ જાણે જુદાઇની ઘડી પારખી ગયાં હોય તેમ મોંમાંથી ખડનાં તરણાં મેલી દઈ હીરબાઇના હાથપગ ચાટવાં લાગ્યાં.
“બાપુ, આ વોડકી વીંયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો, હો! નીકર બોઘરું ભરીને ખીરું મોકલજો.” હીરબાઇએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી.
“અરે બેટા, બોલાવવાની કોને ખબર છે? તારા ભેળી કાંઠે બાંધતી જ જા ને, બાઇ!” એમ કહીને બાપુએ વોડકી પણ પુત્રી ભેળી વળાવી.
આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢ્ઢો બાપ; અને પાછળ કરિયાવરનાં પચીસ ગાડાં; એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડિયે ચાલતી થઈ.
હીરબાઇ તો ચાંપરડાનો હીરો હતી, એટલે અરધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ અઢાર વરસની યૌવનમસ્ત કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતી કાલથી મીઠો ઘરસંસાર માંડવાના મનોરથને હીંડોળે હીંચે છે… અને બીજી બાજુ બુઢ્ઢા, બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી, એના ગરભને ઘીમાં ચોળી, તાણ કરી કરી કોણ ખવરાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ-હીંડોળાને છેદી રહી છે.
દાદાને આંગણે આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
એક તે પાન દાદા તોડિયું,
દાદા, ગાળ નો દેજો જો!
અમે રે લીલા વનની ચરકલી,
ઊડી જાશું પરદેશ જો!
આજ રે દાદા કેરા દેશમાં,
કાલે જાશું પરદેશજો!
એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી, એટલે હીરબાઇનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઊતર્યા. હીરબાઇએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભર ભલામણ પણ દઈ લઉં. એવી ઈચ્છાથી જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં ઓશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા-પિતરાઇ ભાઇઓનાં છેટેથી ઓવારણાં લીધાં.
“કાકા, મારા બાપને સાચવ-”
એટલું વેણ પૂરું નથી થયું તો બન્ને જુવાનો બોલ્યા, “ગાડાં પાછાં વાળો.”
“કાં, શીદ પાછા વળાવો છો?” બુઢ્ઢાએ પૂછ્યું.
“તું નિર્વંશ છો, ડોસા! અમે કાંઇ નિર્વંશ નથી. અમે કાંઇ મરી નથી પરવાર્યા, તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રિયો છો!”
“અરે ભાઇ, મારે એકનું એક પેટ, એને આજ નથી મા કે નથી ભાઇ એને હું કરિયાવર પણ ન દઉં? અને હવે હું મૂએ મારો ગરાસ ને દરબારગઢ તો તમારા જ છે ને?”
“તું તો ઘણુંય લૂંટાવી દે! પણ અમે નાના ગીગલા નથી. પાછાં વાળો ગાડાં, નીકર કાંઇક સાંભળશો!”
હીરબાઇએ આ દેખાવ નજરો નજર દીઠો. બુઢ્ઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઇઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂંવાડે રૂંવાડે ઝાળ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઇ નીચે ઊતરી અને બાપુનો હાથ ઝાલીને કહ્યું: “બસ બાપુ, પતી ગયું, હાલો, પાછા વળો. ભાઇ ગાડાખેડુઓ, ગાડાં તમામ પાછાં વાળો. આજ શકન સારા નથી.”
“પાછાં શીદ વળશે?” એવી હાક દેતો હીરબાઇનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો; એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો “કાઠી!” હીરબાઇએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો. “કાઠી, આજ કજિયાનું વેળુ નથી: અને તું મૂંઝામા. સૌ પાછા વળો.”
ગાડાં પાછાં વળ્યાં. હીરબાઇ અડવાણે પગે લાગી ઘેર પાછી આવી. ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે; ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઇને હીરબાઇ બોલી, “કાઠી, તારે હૈયે ધરપત રાખ: તને સંતાપવો નથી.” એમ કહી પોતાના હેમે મઢ્યા ગળામાંથી ઝરમર કોટિયું, કાંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતાં બોલી: “આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે-અને મારી વાટ્ય જોવી મેલી દેજે.”
“કાં?”
“કાં શું ? હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી. મારા બાપના ઘરમાં પીંગલે ભાઇ ન મળે, એટલે જ ભરી બજારમાં જીવતાર બગડે ને! હવે તો પારણામાં ભાઇને હીંચોળીને જ આવીશ. નીકર જીવતરભરના જુહાર સમજજે, કાઠી તું વાટ્ય જોઇશ માં. તને રાજીખુશીથી રજા છે. ઘર કરી લેજે. આલે, આ ખરચી.” આટલું કહી બાઇએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઇ ગયો.
હીરબાઇએ વળતા દિવસથી બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી, દેવલના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આંટાળાં શીંગે શોભતી, ફાંટફાંટ જેટલા આઉવાળી સાત કૂંઢી ભેંસોને નોખી તારવી ગોવળોને આજ્ઞા દીધી કે, “ભાઇ આયડુ, આપણી સીમના ઊભા મોલમાં આ સાતેયને પહર ચારવા મંડો અને – મારો બાપ કરું! ડિલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો.”
ભરવાડોએ એ રીતે ભેંસોને સાચવવા મંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા. બબે જણ બદલાય ત્યારે દોવાઇ રહે એવાં તો આઉ ભરાંતા થયાં. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને…અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવરાવવા લાગી. છેવટે સાતમીના દૂધમાં સાકર, કેસર ને એલચી-જાયફળ નાખી, અંદર સળી ઊભી રહે એવો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પિવાડે તેમ દીકરી બાપુને પિવડાવવા લાગી. બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શરમિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે, “ગગી બેટા, મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંય શોભે? અને તું મારી ધારણા મેલી દે, બા ! મા’મહિનાનું તો માવઠું કે’વાય.”
“કાંઇ બોલશો મા, બાપુ.” એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ.
એક મહિનો, બે મહિના ને ત્રણ મહિના-ત્યાં તો સાઠ વરસના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુયે અણુ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડી. ઘોડે સવારી કરીને સવાર-સાંજ બાપ સીમાડાની બહાર દોડતાં હરણ સાથે હોડ કરવા લાગ્યો. અને મોં માગ્યાં મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો.
એક વરસ અને એક દીકરો, બીજું વરસ, બીજો દીકરો; અને હીરની દોરીએ હીંચોળતી બહેનને હાલરડાં ગાતી ભાયાતોએ સાંભળી, રાત ને દિવસ બહેન તો પોતાના ભાઇઓને નવરાવવા-ધોવરાવવા, ખવરાવવા-પિવરાવવામાં ને એનાં બાળોતિયાં સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતાં તો ત્રણ વરસની રૂંઝ્યો વળી ગઈ અને ચોથે વરસે સીમાડા ઉપર ખેપટ ઊડતી દેખાણી. જોતાજોતામાં કોઇ રોઝી ઘોડીનો અસવાર ઝાંપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલાં બેડાં લઈને દરબારગઢમાં દોડી: “બા, વધામણી ! ધાંધલ આવી પહોંચ્યા છે! ”
આવીને કાઠીએ ઘરાણાં-રૂપિયાની પોટલી પડતી મેલી.
“બાપુ.” હીરબાઇએ બાપને કહ્યું: “હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહિ રહેવા દઉં, તમે નવી વસાવી લેજો !” એમ બોલીને હીરબાઇએ ગાડાં ભર્યાં; દરબારગઢમાં એક ખીંટી પણ ન રહેવા દીધી. ફરી વાર વેલડું જોડાણું: ગામ વળાવવા હલક્યું; ચોરો આવ્યો; માફાની ફડક ઊંચી થઈ; હીરબાઇએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું, અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાવ્યું “આવો, કાકા અને ભાઇઓ ! હવે ફરો આડા !”
” ના….રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ?”
” શેના કહો ? પારણે એકને સાટે બે રમે છે. અને હવે તો ગાડાંની હેડ્યું ગણ્યા જ કરજો.”

namonews24-ads

Related Posts

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.
NEWS

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023
વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.  – સ્ટોરી. હેમંત ભટ્ટ.
OTHER

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ. – સ્ટોરી. હેમંત ભટ્ટ.

September 29, 2023
ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન)  સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.
Uncategorized

ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન) સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

September 28, 2023
એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ
NEWS

એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

September 27, 2023
એચ.એ.કોલેજમાં “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજાઈ ગયો
NEWS

એચ.એ.કોલેજમાં “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજાઈ ગયો

September 27, 2023
દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.
NEWS

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

September 22, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023
👶🏻 *બાળ નામાવલી*👶🏻  બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

👶🏻 *બાળ નામાવલી*👶🏻 બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

July 6, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023
વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.  – સ્ટોરી. હેમંત ભટ્ટ.

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ. – સ્ટોરી. હેમંત ભટ્ટ.

September 29, 2023
ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન)  સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન) સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

September 28, 2023
એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

September 27, 2023

Recent News

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023

Total Number of Visitors

0626741
Visit Today : 39
Hits Today : 52
Total Hits : 243712
Who's Online : 1

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

5:26:11 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In