નવસારીનાં ખેરગામમાં લવ જેહાદનાં કેસમાં મુખ્ય આરોપી અસીમ શેખની ધરપકડ કર્યા બાદ પોલીસે તેનુ જાહેરમાં સરઘસ કાઢતા વિસ્તારનાં મુસ્લીમોએ પોલીસની કામગીરીને વધાવીને પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો હતો. પોલીસે આરોપીની જાહેરમાં ઉઠક-બેઠક ક્રાવી હતી. આ ઘટનાથી પ્રસન્ન થઈ મુસ્લીમ મહિલાઓએ થાળી વગાડી ખુશી વ્યકત કરી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મુખ્ય આરોપી પરીણીત અસીમ શેખ પર ખેરગામની એક સગીર છોકરી પર અનેક વાર બળાત્કારનો આરોપ છે.આટલુ જ નહિં તેણે પીડીતાના લગ્ન તેના મિત્ર રોનક પટેલ સાથે કરાવી દીધા હતા. સમગ્ર મામલે પીડીતા દ્વારા ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને મૂંબઈથી પકડી પાડયો હતો. પોલીસ આરોપી અસીમ શેખના મિત્ર રોનક પટેલને શોધી રહી છે. દરમ્યાન પોલીસે આરોપી અસીમ શેખનું હાથમા દોરડા બાંધી સરઘસ કાઢતાં મુસ્લીમ લોકોએ પોલીસની કામગીરી બીરદાવી હતી.
એટલુ જ નહિં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં જીંદાબાદના અને જયશ્રીરામનાં નારા પણ મુસ્લીમોએ લગાવ્યા હતા. તો બીજી બાજુ આરોપી શેખનાં નજીકનાં મનાતા મહિલા પીએસઆઈની વિરૂદ્ધ હાય હાયનાં નારા મુસ્લીમોએ લગાવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે હાલ આ મહિલા પોલીસ એસ.એલ.માલને ખેરગામ પોલીસ સ્ટેશનથી હટાવીને સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં મુકી દેવાયા હોવાનું બહાર આવ્યુ છે
Suresh vadher
9712193266