31 વર્ષની અમેરિકન ટીવી સ્ટાર સ્ટેફની મેટિયોએ પૈસા કમાવવા માટે એક વિચિત્ર રસ્તો અપનાવ્યો છે. તે પોતાનો પરસેવો બોટલોમાં ભરીને વેચે છે. બોટલની કિંમત રૂ.40,000 છે. અભિનેત્રીનો દાવો છે કે તે દરરોજ રૂ.4 લાખ સુધીની કમાણી કરે છે. તે આખો દિવસ તડકામાં બેસીને પરસેવો ભેગો કરે છે. ટીવી સ્ટારે પરસેવો ખરીદનારાઓ વિશે કહ્યું કે, મારા પરસેવાની સુગંધથી મારા ચાહકો પોતાને મારી નજીક માની શકે છે.
