સનાતન પર થઈ રહેલા વિવાદીત નિવેદનો વચ્ચે જૂનાગઢમાં યોજાયું સંત સંમેલન

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે વિશાળ સંત સંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યભરના અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનની અધ્યક્ષતા મુક્તાનંદ બાપુએ કરી હતી. સંમેલનમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ખાસ કરીને અન્ય સંપ્રદાયના સાધુઓ અને નેતાઓ દ્વારા સનાતન ધર્મ પર વિવાદીત ટિપ્પણી કરાઈ છે તે અંગે પણ સંમેલનમાં ચર્ચા થઈ હતી. સંતોએ કહ્યું સનાતન માટે અમે સાથે મળીને કામ કરીશું.