પત્રકારત્વનો ઈતિહાસ આમ તો ઘણો લાંબો રહ્યો છે.અને એટલો સચોટ તથા ઉજળો પણ રહ્યો છે એમ પણ કહી શકો.પણ એક પત્રકાર કે જેમણે પોતાની ભીતર પત્રકારત્વનો મહેલ ખડો કર્યો.મઢ્યો,જડ્યો ને કહો કે અંકિત કર્યો.વધુ પરિચયની લંબાઈ ધરવાની કોઈ જરૂર નથી લાગતી અને પિષ્ટપેષણ પણ નહીં કરું.પણ જગત સમક્ષ છે ને ‘સાક્ષ્ય’ જ છે એવા વડગામ (પાટડી)ના વતની- દિનેશભાઈ સિંધવ,ગ્રામ્યથી ગગન સુધી ઉઠેલા મનેખ કે જેઓ યુ-ટ્યુબ જેવા વૈશ્વિક મંચ પર પોતાની ચેનલ “વિશેષ વિથ દિનેશ” થકી જાણીતા બન્યા છે.જીવનને,જીવનથી,જીવનમાં દરેક ઘટના ઘાટ તથા ઘડતર પામી ચૂકેલા મનેખ.વાત કરતા સહજ માલૂમ ઠરે-ને છે પણ ખરા!!!સર્વકલાઓમાાં ઉત્તમ એવી અભિનયકલા કહી શકાય,જે શોખ જે-તે સમયે તેઓને પણ રહેલોને આજે એ જ વ્યક્તિ આટલી સચોટતાથી અને ધીર ભર્યા ગાંભીર્ય સહ પત્રકારત્વનો મારગ ખેડે છે જે સર્વથા નવાઈ જ!!!તેઓની ખ્યાતિ,પ્રખ્યાતિ,વિખ્યાતિ વિશે વધુ નથી કહેવું કારણ કે,જગચોક સાક્ષી તેમનું જ છે.પણ ભીતરી મનેખની વાત માંડવી રહી.અભિનય,પત્રકાર તો ખરા જ માલૂમ ઠર્યા પણ એથીય વિશેષ તેઓ સાહિત્યના જીવ ય ખરા!જેટલી ગંભીરતા અને ઠહરાવથી તેઓ ઈન્ટરવ્યુ કરી જાણે છે એટલા જ ધૈર્ય સહ સામા માણસને અતિ શાંતિથી સાંભળી પણ જાણે છે.અને ચહેરા પર કોઈપણ ભાવન્મેષ રેખા વગર એટલે કે તાટસ્થ્ય સહ…જાણે તમામ મદાર આ જ વૈશિષ્ટ્ય પર રહેલો હોય ને છે પણ!!જાણે કોઈ મનોચિકિત્સક!જગતનું સૌથી અઘરું કાર્ય કોઈને સાંભળવું છે,અને એ પણ ધૈર્ય અને રસપૂર્વક સાંભળવું.મનેખની પોણા ભાગની સમસ્યા તો સાંભળી લેવા માત્રથી જ સમાપ્ત થઈ જતી હોય છે,ખરું ને!પછી કોઈ ફરીયાદ નથી રહેતી કે ન વધુ જરુરિયાત સાચું કે!?!ભીતરના ભારી ભરોસા લઈને વાતોના વહાણો વહાવી શકો એટલું ઊંડાણપૂર્વકનું સમદઉર મનેખ.ને આ જ તેઓની મૂડી-ખરી મૂડી!સાહિત્ય સ્નેહી તરીકે અંત: ઊર્મિઓ હશે ય ખરી પણ પરખ થોડી અઘરી જણાય.જેમ આંખોથી ન વહાવેલા આંસુડાં કોઈ મનેખના કાને પડતા ને હૈયે સમજતા વાર લાગે એમ જ…ધરતીના અમુક લાવા જેમ ધરતીની ભીતર જ ઠરીઠામ થઈને રહી જતા હોય છે અદ્દલ એમ જ!અને આ પ્રકારની હૈયા ઉકલત તો સાહિત્યને જીવી છૂટનાર મનેખ જ કળી શકે!(કદાચ…)જીવનનો સંઘર્ષ જગજાહેર જ.વિશેષ કથિત કરવાની જરૂર સુદ્ધાં ય ખરી?!?ભીડ,ભેંકાર,નામ, યશ,વૈભવથી આ તમામ હોવાંપરાંત એક “વ્યક્તિ” નું ભિન્ન જગત…મનોજગત,ભાવજગત, આત્મોન્વેષી ‘અંત:ધાર’ જગત એ જ એક અભિનયકાર ને સાહિત્ય ‘ઉપાસક’ દિનેશભાઈનું અનાયાસ જગત,એક અભિનયીજીવ પત્રકારનું જગત-મારી નજરે….જેનું વ્યક્ત થવું વિરલ.કાયમ કાજ…ખરું ને!?!વિરમું.અર્ધવિરામ સહ…
*સમદઉર-દરિયા સમાન હ્રદય.