અમદાવાદની વાસણા સ્થિત જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર સંસ્થા દ્વારા મનોદિવ્યાંગોને ઝૂમાવવા નવરાત્રિ તહેવાર નિમિત્તે *શરદ પૂનમના રાસ ગરબા મહોત્સવ – ઝૂમ રે દિવ્યાંગ ઝૂમ* કાર્યક્રમનું આયોજન શુક્રવારે એટલે કે 27th ઓક્ટોબરને સાંજે 5 થી 8 દરમિયાન *શ્રી દશકોશી સરદાર પટેલ વિદ્યાસભા હોલમાં* કરવામાં આવ્યું
હતું.
આ કાર્યક્રમમાં *100 થી પણ વધુ મનોદિવ્યાંગો તેમના પરિવાર* સાથે આવ્યાં હતાં ને ગરબે ઝૂમ્યા હતાં.
ને તેમાં પણ જેજેસીટી વુમન વિંગ ગ્રુપ, મેહાંક ચાઇલ્ડ કેર સેન્ટર ગ્રુપ, ઉમિયા આર્ટ્સ ગર્લ્સ કોલેજ ગ્રુપના ગરબા પર્ફોમન્સ થી કાર્યક્રમ ને ચાર ચાંદ લાગી ગયા હતા.
જજીસ *અભિનેતા ભવ્ય ગાંધી*, *અભિનેત્રી અભિજ્ઞા મહેતા,* લોકગાયક રીના કાકલોતર, પ્રકાશ હાઈસ્કૂલના નિમિશા પટેલ તો મંત્રમુગ્ધ થઈ ગયા હતાં ને કોને ઈનામ માટે પસંદગી કરવી તે માટે મુંઝવણ માં મુકાઈ ગયા હતા.
ખાસ વિશેષતા તો એ હતી કે જેજેસીટી દ્વારા આ ઇન્કલૂસીવ ગરબા કાર્યક્રમ નું આયોજન થયું હતું. મેહાંક ચાઇલ્ડ કેર સેન્ટર ના નોર્મલ બાળકો ની સાથે મનોદિવ્યાંગ બાળકો પણ એમનાં જેવું જ એટલું સરસ રમતાં હતાં કે જજ વિમાસણમાં મુકાઈ ગયા હતા કે આમાં નોર્મલ કોણ છે અને મનોદિવ્યાંગ કોણ છે. સમાજ ને આ જ વાત પુરવાર કરવા માટે આ બેય સેંટર ના હોદેદારો એ આ ઈન્કલૂસીવ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું અને આવનાર તમામ મહેમાનો પણ અચરજ પામી ગયા હતા.
બેસ્ટ પહેરવેશ, બેસ્ટ ખેલૈયા, બેસ્ટ પેરેંટસ, સ્ટુડન્ટ ઓફ ધ યર, બેસ્ટ સીબલિંગ, બેસ્ટ એચીવમેન્ટ, બેસ્ટ મોમ પહેરવેશ, બેસ્ટ મોમ પ્લેયર જેવા મોમેન્ટોસ આપવામાં આવ્યાં હતાં. આવનાર દરેક મનોદિવ્યાંગ બાળકોને ગિફ્ટસ માં પ્રોડક્ટ મેકીગ વર્કશોપ કીટ અને ડિનર દાતા શ્રી નિમિશા મહેતા ને તેમનાં શ્રી કુંજ ગ્રુપ તરફથી આપવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાર્ટ ફાઉન્ડેશનના ચેરમેન અને *જેજેસીટી પ્રેસિડેન્ટ દાતા શ્રી ડૉ. નિતીન સુમંત શાહ પધાર્યા હતા અને સંસ્થાને આશીર્વાદ આપ્યા હતા.* ને સાથે અતિથિ વિશેષમાં લાયન ચેરમેન શ્રી સચિન ચતુર્વેદી, ગોરખપુર ની નેચરોપેથ કોલેજ ના પ્રોફેસર રાજ શ્રી કોલબેંકર, અભિનેત્રી અલ્પના મઝમુદાર, ભાજપ ડિબેટ પ્રવકતા શ્રી નિલેશ સોલંકી પધાર્યા હતાં.
મેહાંક ચાઇલ્ડ કેર સેન્ટરના હેતલમેમ દ્વારા જેજેસીટી વુમન વિંગ ગરબો કોરિયોગ્રાફી કરવામાં આવ્યો હતો તેમ જ ડીજે, સ્પેશ્યલ ગિફ્ટસ, પાણી, ડેકોરેશન વિગેરે સ્પોન્સર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણીઓમાં થી ફાઉન્ડરશ્રી ને તેમનું ફેમિલી, ટ્રસ્ટીગણમાં થી બિલ્ડર શ્રીમતી પ્રવિણા પટેલ, શ્રીમતી ઉષા શાહ, શ્રીમતી ગીતા પટેલ ઉપસ્થિત રહ્યા હતાં અને કારોબારી સભ્યો માં થી દિવ્યાંગ વિંગ ચેરમેન અમિતા પટેલ, વુમન વિંગ ચેરમેન શ્રીમતી શોભા શાહ, મેડિકલ વિંગ માં થી વૈધ એન. આર. નિમાવત, ડૉ. પ્રિતી ભટ્ટ, રિહાબ નિષ્ણાંત કુસુમ પરાટે અને યોગેશ સોલંકી, સોશિયલ મીડિયા ચેરમેન ભરત વાઘેલા, લાઇફ આફ્ટર અસ વિંગ ના ચેરમેન શ્રી દેવાંગ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટી માથી શ્રી અમૃતભાઈ જૈન ને તેમની આર એસ એસ ટીમ, શ્રી જયેશ પંડયા જેવાં મહાનુભાવો અને પુરો કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમમાં ખૂબ સારું યોગદાન આપીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
આમ આ અતિવિશેષ કાર્યક્રમ *ઝૂમ રે દિવ્યાંગ ઝૂમ….* ને આપના પ્રસિદ્ધ મીડિયા દ્વારા સમાજ સુધી લઈ જવા માટે વિનંતી છે. ને સમાજને આ વ્યક્તિઓ ની ક્ષમતા ના દર્શન કરાવવા વિનંતી છે.
Thank you 🙏
Good day 👍
– મેનેજીંગ ટ્રસ્ટી / યશેષ શાહ 98258 77370