*મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે…*
*શેરી ગરબા ના ભવ્ય ગરબા યોજાયાં*
અમદાવાદના લપકામણ ખાતે ‘શેરી ગરબા’નું આયોજન કરવામાં આવ્યું હતું.‘શેરી ગરબા Celebrating the OG Riti Rivaj’ દ્વારા યોજાયેલા આ ગરબા મહોત્સવમાં ગુજરાતના જાણીતા લોકગાયક અને લોક- સાહિત્ય, દુહા, છંદ તેમજ ચારણી સાહિત્ય માટે જાણીતા બિજરાજ ગઢવીએ શ્રોતાઓને પરોઢિયે સુધી મોજમાં લાવી દીધા હતા. ‘શેરી ગરબા’ના આયોજક કુંતલ પટેલ, જૈમીત શાહ અને જય જોશીએ કહ્યું કે, ત્રિદિવસીય ‘શેરી ગરબા’માં ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદની ઝાંખી ખેલૈયાઓને થાય તે માટે હેરિટેજ થિમ રાખવામાં આવી હતી. આ ગરબાની ખાસિયત એ હતી કે દરેક ખેલૈયાએ શેરીમાં યોજાતા ગરબાની જેમ એક જ મોટા રાઉન્ડમાં ગરબા રમ્યા હતાં, પરંપરાગત રીતે ગવાતાં ગરબા આજની યુવાપેઢી દ્વારા ગવાતાં યુવા વર્ગના ખેલૈયાઓએ એક નવી જ ઢબનાં ગરબા રમવાની મજા માણી હતી.
શેરી ગરબા નાં એકેડેમીક પાર્ટનર ગાંધીનગર યુનિવર્સિટી તરફથી વાઇસ પ્રેસિડેન્ટ વિનીતા રોહિરા એ ખાસ હાજરી આપી હતી.