કોંગ્રેસ ફરી એકવાર ભારત જોડો યાત્રા કાઢવા જઈ રહી છે, પરંતુ આ વખતે યાત્રા પગપાળા નહીં થાય. આ હાઇબ્રિડ મોડલ એટલે કે કેટલીક જગ્યાએ યાત્રા પગપાળા અને અન્ય સ્થળોએ કાર દ્વારા થશે. તે ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે અને આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલશે. રાહુલ ગાંધીને યાત્રાના પ્રથમ તબક્કામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. આ સમસ્યાઓના કારણે યાત્રાનો બીજો તબક્કો હાઇબ્રિડ મોડલ પર થશે.