
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાદેસણ ખાતે બ્રહ્માકુમારીજી દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશુભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નાજાભાઇ ઘાઘર, મહાનગરપાલિકાના દંડક તેજલબેન નાયી, વોર્ડ 10 ના કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલ, મીરાબેન પટેલ, વોર્ડ નં 9 કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ સુનિલભાઈ ત્રિવેદી, કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા.