અમદાવાદ..
અમદાવાદ શહેરના ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી પોલીસ કમિશ્નર સાહેબશ્રી તેમજ સાઈબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સાહેબશ્રી દ્વારા આદેશ કરવામાં આવેલ હતો કે અમદાવાદ શહેરમાં નાસતા ભાગતા ગુન્હેગારો ને ઝડપી પાડવામાં આવે..
જે આદેશ મુજબ આજ રોજ સાયબર ક્રાઈમ બ્રાન્ચના મહેનતુ એસીપી જીતેન્દ્ર યાદવ સાહેબશ્રી નાં માર્ગદર્શન હેઠળ મહિલા પીએસઆઈ શ્રી રઈસબહેન મેડમ ની આગેવાની હેઠળ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં ઘણા સમયથી નાસતો ભાગતો વોન્ટેડ પ્રવિણ ઉર્ફે કાળુ જેવાં ખતરનાક ખૂનખાર આરોપી ને જાનની જોખમે હિમ્મત કરી ને ઝડપી પાડવામાં માં સફળતા મેળવેલ છે.
જે સાઈબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ની ફરી એક વખત સરસ ઉમદા પ્રશંસનીય પ્રજાલક્ષી કામગીરી કહેવાય.જેના કારણે પુરા ભારત દેશમાં ગુજરાતના અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રથમ સ્થાને માનવામાં આવે છે…
મહત્વની વાત તો એ છે કે ઝડપાયેલ આરોપી પ્રવિણ ઉર્ફે કાળુ અવાર નવાર ગુન્હા ને ખતરનાક અંજામ આપતો હતો અને અનેક ગુનામાં વોન્ટેડ હતો અને અગાઉ પાસાં હેઠળ જેલમાં પણ જઈ આવેલ હતો.અને ખતરનાક ગુન્હાહિત પ્રવ્રુત્તિઓ ધરાવતો ગુન્હેગાર હતો.અને આવાં ખૂનખાર આરોપીને એક મહિલા પીએસઆઈ એ ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે..જે મહિલા પીએસઆઈ રઈસ બહેન મેડમે ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ નું માનભેર નામ રોશન કર્યું કહેવાય..
✍️ *મહેશ દવે.ડાયરેક્ટર*✍️
ન્યૂઝ ઈનશાઈડ.અમદાવાદ.
ગુજરાત