એચ.એ.કોલેજમાં પોસ્ટર મેકીંગ
સ્પર્ધાનું આયોજન થયુ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ એકાઉન્ટન્સી દ્વારા વિદ્યાર્થીઓ માટે પોસ્ટર મેકીંગ કોમ્પીટીશન યોજવામાં આવી હતી. આ પોસ્ટર મેકીંગમાં ભારતની ખ્યાતનામ કંપનીઓ વીશેની માહિતી આપવામાં આવી હતી. કંપનીનું મેન્યુફેક્ચરીંગ,માર્કેટીંગ, ફાઈનાન્સ, તથા પ્રોફીટની વિગતોનું આબેહુબ વર્ણન પોસ્ટર દ્વારા કરવામાં આવ્યુ હતુ.કોલેજના વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ વીશે પણ માહિતી આપી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તીઓને બહાર લાવવા આવા ક્રિએટીવ કાર્યક્રમો કરવા જોઈએ. આ કોમ્પીટીશનમાં શ્રેષ્ઠ દેખાવ બદલ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા હતા. પોસ્ટર મેકીંગ સ્પર્ધામાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના પ્રા.પંકજ રાવલ તથા તેમની ટીમે આ સ્પર્ધાનું આયોજન તથા સંચાલન કર્યુ હતુ. સ્પર્ધા પૂરી થયા બાદ બધાજ પોસ્ટરોનું નોટીસબોર્ડ ઉપર ડીસપ્લે કરવામાં આવ્યુ હતુ જે વિદ્યાર્થીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.