શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા આયોજીત

બોળચોથ નો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો:-

સહર્ષ જણાવવાનું કે સિંકદરાબાદ સેવા મંડળ માં

શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા બોળચોથ નાં દિવસ ની ઉજવણી કરવામાં આવી.

૧૫ મી ઓગસ્ટ, શ્રાવણીયો સોમવાર તેમ જ બોળચોથ

આમ તહેવારો નો ત્રિવેણી સંગમ હતો.

શ્રી ગાયત્રી મહિલા મંડળ ની સૌ કમિટી બહેનો તેમ જ અન્ય

સભ્યો બહેનો

નિર્ધારિત સમય

પ્રમાણે સવારે અગિયાર વાગ્યે સેવા મંડળ માં ઉપસ્થિત થઈ ગઈ હતી. પૂર્વે

સૂચના મુજબ સૌ બહેનો એ લીલા રંગના વસ્ત્રો ધારણ કર્યાં હતાં.

બધી એવર ગ્રીન બ્યુટી ક્વીનો પોતપોતાની મિત્ર મંડળી ને મળી ને

રાજી રાજી થઈ ગઈ હતી. આમ પણ કરોના પછી રુબરુ માં બોળચોથ નો કાર્યક્રમ ઘણાં વખતે ઉજવવામાં આવ્યો હતો.

સર્વ પ્રથમ સમૂહ માં શિવપૂજન કરવાં માં આવ્યું હતું.

સૌ બહેનો ને બિબા થી નાનકડું ત્રિપુંડ કરવામાં આવ્યું હતું. સૌએ સાથે મળીને શિવજી નાં ભજનો ગાયા.

ત્યાર બાદ સૌને હાથ માં નાનકડાં ઝંડાઓ આપવામાં આવ્યાં.

ચારે દિશામાં એક એક ટેબલ

ગોઠવાયાં. બધાં ને સરખી સંખ્યા માં એક એક ટેબલ પાસે ગોઠવ્યાં. સૌએ સાથે મળીને સુંદર રીતે દેશભક્તિ નાં ગીતો ગાયાં. ચારો દિશા માંથી આવતાં

દેશભક્તિ નાં નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ત્યાર બાદ સૌને

ક્રમશ: ચારે ય અલગ અલગ ટીમો વચ્ચે ઝંડા

સંબંધિત રમત રમાડવામાં આવી હતી.

ત્યાર બાદ એક

સાદો તંબોલો રમાડવામાં આવ્યો. વચ્ચે વચ્ચે સરપ્રાઈઝ

ઈનામો આપવામાં આવ્યાં હતાં.

ત્યાર બાદ સમૂહ માં પ્રિતી ભોજન આપવામાં આવ્યું હતું.

ભોજન માં મગ રોટલા, માખણ ધી ગોળ ગુવાર નું લીલું શાક, ચટણી, સલાડ અને છાશ હતાં.

સૌ સરસ રીતે તૃપ્ત થયાં હતાં.

આ કાર્યક્રમને

સફળ બનાવવા માટે શ્રી ગાયત્રી મહિલા મંડળ નાં

પ્રમુખ શ્રી કલ્પનાબેન દવે અને અને તેની કમિટી ટીમ બહેનો એ સારું એવું હોમવર્ક કર્યું હતું.

કાર્યક્રમ નાં અંત માં સૌ બહેનો એ

અરસપરસ માં આભાર વિધિ કરી હતી.કમિટિ બહેનો એ હાજર રહેલી બહેનો નો આભાર માન્યો હતો. સૌ સભ્યબહેનો એ

શ્રી ગાયત્રી મહિલા મંડળ નો આભાર માન્યો હતો.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

૧૬/૮/૨૦૨૨.