ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતીક સમિતિ ધ્વારા આજરોજ ટીચર્સ ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. કોલેજના ૨૦ વિદ્યાર્થીઓ ટીચર્સ તરીકે ક્લાસમાં જઈને શૈક્ષણીક કાર્ય કર્યું હતુ. બાદમાં એક દિવસ માટે બનેલા શિક્ષકોએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના શિક્ષક માટે વિદ્યાર્થીઓને ભણાવવા એક ચેલેન્જ છે. કારણકે તમામ પ્રકારની માહિતી સોશીયલ મિડીયાના વિવિધ માધ્યમો ધ્વારા ઉપલબ્ધ છે. તેથી શિક્ષકે કંઈક મૌલીક ભણાવવુ પડે છે તથા રીસર્ચ ધ્વારા નવા આઉટકમની ચર્ચા કરવી પડે છે. ગુગલ ક્યારેય શિક્ષકની ભુમીકા ભજવી ના શકે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજમાં ચાલતી એકેડેમીક એક્ટીવીટીની સાથે સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વકતૃત્વ સ્પર્ધા તથા મોટીવેશલ વક્તવ્યો ધ્વારા જીવનમાં સમજણ આવે છે જે લાઈફમાં આવતી તમામ પરિસ્થિતીઓનો સામનો કરી અડગ રીતે પોતાનું જીવન જીવી શકે છે. આજના યુવાનોએ સોશીઅલ મિડીયાનો ઉપયોગ ખુબજ વિવેકપૂર્વક કરવો જોઈએ જેથી તેઓની માનસીક પરિસ્થિતી તંદુરસ્ત રહે. શિક્ષક તથા વિદ્યાર્થીઓ વચ્ચેના તંદુરસ્ત સબંધો તથા એકબીજા પ્રત્યેનો અનુરાગ સમાજની પ્રગતી માટે જરૂરી છે. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવ્યુ હતુ.