મશહૂર ....!

સૂરજને કહું તું કાલે વ્હેલો ઉગજે ,

તારી ગરમીથી મારાં

અહંકારને ઓગાળી મૂકજે ...

પવનને કહું ,તું હળવે દરવાજો ખખડાવજે ,

મારા અલ્લડપણાંને આંખના ઈશારે ટકોરજે ...

ચાંદને કહું , તું બીજના દિવસે મારી પાસ આવજે ,

ભીતરથી શીતળતા મળે કેમ ,એ સમજાવજે ...!

સાંજને કહું ,તું સોનેરી કોર લઈને આવજે ,

બિડાયેલી મારી આંખોમાં ક્ષિતિજો દોરજે ....!

મંજિલને કહું , તું સફરને કઠિન બનાવજે ,

થોડાં મશહૂર થવાની

ચર્ચાને જરી લંબાવજે ...!!

બીના પટેલ