ઉત્તરપ્રદેશના અલીગઢમાં ફેમસ યુટ્યુબર અગસ્ત્ય ચૌહાણનું એક્સપ્રેસ વે પર રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. અગત્સ્યના યુટ્યુબમાં લાખો સબસ્ક્રાઈબર છે. અગત્સ્ય 300 કી.મી ની સ્પીડમાં પોતાની રેસિંગ બાઈક ચલાવીને વિડીયો બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે બાઈક ડિવાઈડર સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અગસ્ત્ય દિલ્હીનો રહેવાસી હતો. યુટ્યુબર અગત્સ્ય બાઈક રાઇડિંગના પ્રોફેશનલ વિડીયો બનાવતો હતો.