શિક્ષા અભિયાન પ્રોજેકટ હેઠળ વર્ષ 2016માં ગુજરાતમાં વોકેશનલ શિક્ષણની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ વેપારમાં સરકારી ઉચ્ચ શાળાઓમાં આશરે 1750 વ્યવસાયિક ટ્રેનર્સ કાર્યરત હતા. શિક્ષણના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન હોવા છતાં વોકેશનલ ટ્રેનર્સને તેમની નિમણુંક પછી કોઇ વૃધ્ધિ વિના ખાલી 15000 થી 17000 સુધીનો માસિક પગાર મળે છે.
એક તુલનાત્મક વિશ્ર્લેષણ દર્શાવે છે કે પંજાબ, કેરળ, ઓડિશા અને હરિયાણા જેવા અન્ય રાજ્યોમાં વોકેશનલ ટ્રેનર્સ દર મહિને 30000 કરતા વધુનો પગાર મેળવે છે. આ મોંઘવારીમાં આવી નોંધપાત્ર અસમાનતા ગુજરાતમાં વોકેશનલ ટ્રેનર્સને ગેરલાભમાં મૂકે છે. વર્તમાન આર્થિક પડકારોને જોતા અરજદાર ગુજરાત રાજ્યના તમામ વોકેશનલ ટ્રેનરોને પગાર વધારાની હિમાયત કરીને અધિકારીઓને આ મુદા ને તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરે છે.
ઉકત વિષયને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના વોકેશનલ ટ્રેનર્સની દુર્દશાને માન્યતા આપી અને તેમની આર્થિક મુશ્કેલીઓ દુર કરવા માટે આપને ભલામણ સહ અપીલ કરુ છું.