નવા વેરિયાંટની ડિઝાઇન સીએમજી અને પેટ્રોલના બેવડા ફાયદાઓ સાથે
લાંબા ગાળાની મુસાફરીને વધુ સુગમ બનાવવામાં આવી છે
મુંબઇ, એપ્રિલ 2024: ભારતી સૌથી મોટી વ્યાપારી વ્હિકલની ઉત્પાદક ટાટા મોટર્સ ભારતની અત્યત પસંદગીની વેન એવી ટાટા મેજિકના 4 લાખ ખુશ ગ્રાહકોની ઉજવણી કરી રહી છે. આ યાદગાર પ્રસંગે કંપનીએ ગ્રાહકોની સુગમતામાં વધારો કરવા માટે નવા વેરિયાંટ મેજિક બાઇ-ફ્યૂઅલની રજૂઆત કરી છે. જે તેની વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને લાબા ગાળાના વાહનવ્યવહાર માટેની પોષણક્ષમતા માટે જાણીતી, 10 સિટર ટાટા મેજિક હેરફેર કરનારાઓ અને ઓપરેટર્સની ઉમદા પસંદગી બની ગઇ છે. ટાટા મોટર્સની સ્લિક ડિઝાઇન, સુરક્ષા અને પેસેન્જર આરામને કારણે વર્ષથી તેના અનુગામીઓનું અનુસરણ કરવામાં અગત્યની બની છે.
ટાટા મેજિકમાં અસંખ્ય મૂલ્ય વર્ધિત ફીચર્સનો સમાવેશ થાય છે જેમ કે ઇકો સ્વીચ, ગિયરશિફ્ટ એડવાઇઝર અને વિસ્તરિત ડ્રાઇવર એર્ગોનોમિક્સ, જે દરેકનો હેતુ માલિકીના કુલ ખર્ચમાં ઘટાડો કરવાનો છે. મેજિક સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની હેરફેર અને લાંબી મુસાફરી માટે યોગ્ય છે. મેજિક બાઇ-ફ્યૂઅલ 649સીસી એન્જિનથી સજ્જ છે અને તેમાં 60 લિટરની સીએનજી ટાંકીનો અને 5 લિટર પેટ્રોલ ટાંકી સાથે એક જ વખત ઇંધણ પૂરાવાથી 380 કિલોમીટર્સની સંચિત કક્ષા ધરાવે છે. અસમાંતરીત પર્ફોમન્સ અને ઓછો નિભાવ ખર્ચ ઓફ કરતી મેજિક 2 વર્ષની કે 72,000 કિમી સુધીની અપવાદરૂપ વોરંટ સાથે આવે છે.
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતી ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સના પેસેન્જર બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ અને વડા શ્રી આનંદ એસ.એ જણાવ્યું હતુ કે,”સર્વતોમુખી મેજિક બ્રાન્ડ માટે અમે 4 લાખ ખુશ ગ્રાહકોની સિદ્ધિ પ્રાપ્ત કરતા આનંદ અનુભવીએ છીએ. વિશ્વાસ, કાર્યક્ષમતા અને આરામની 4 લાખ મુસાફરીઓની ઉજવણી કરતા મેજિક ભારતની સ્ફુર્તીપૂર્ણ સામુદાયિક મોબિલીટીના હૃદયના ધબકારા બની રહેવાનું સતત રાખે છે. આ સિદ્ધિની ઉજવણી કરવા માટે અમે સેગમેન્ટમાં સૌપ્રથમ વખત મેજિક બાઇ-ફ્યૂઅલને રજૂ કરતા ખુશ છીએ, જેમાં સીએનજીના ફાયદા સાથે પેટ્રોલની વિસ્તરતિ રેન્જનો પણ સમાવેશ થાય છે. નવા વેરિયાંટની ડિઝાઇન વિકસતી જતી વાહનવ્યવહારની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નફાકારકતામાં વધુ સુધારો કરે છે અને અમારા ગ્રાહકોને સરળતા પ્રદાન કરે છે. અમે અમારા ગ્રાહકોના સમર્થન અને નિષ્ઠાના આભારી છીએ અને ચડીયાતા મોબિલીટી ઉકેલો પૂરા પાડવા માટે સમર્પિત રહ્યા છીએ.”
એક વ્યાપક મોહિલીટી પ્રદાતા તરીકે, ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનો એડવાન્સ્ડ ફીચર્સ સાથે આવે છે, જેમાં કાર્યક્ષમ પાવરટ્રેઇન અને વધુ સમૃદ્ધ મૂલ્ય વર્ધિતતાનો સમાવેશ થાય છે. વાહન કાફલાના માલિકોને વધુ સારી ઇંધણ ક્ષમતા, ઓછા ઓપરેટિંગ ખર્ચાઓ, હાઇ વ્હિકલ અપટાઇમ, રિયલ-ટાઇમ ટ્રેકીંગ અને ટાટા મોટર્સ ફ્લીટ એજના એનાલિટીક્સથી ફાયદો થાય છે. તેની સંપૂર્ણ સેવા 2.0 પહેલ અતુલનીય વાહન આયુષ્યચક્ર વ્યવસ્થાપન સેવાઓ પૂરી પાડે છે જેમાં કાફલા વ્યવસ્થાપન ઉકેલો, વાર્ષિક નિભાવ કોન્ટ્રેક્ટ અને રોડસાઇડ સહાયનો અન્યો ઉપરાંત સમાવેશ થાય છે. 2500થી વધુ ટચપોઇન્ટસના બહોળા સર્વિસ નેટવર્ક, તાલીમબદ્ધ ખાસ કર્મચારીઓથી સજ્જ અને ટાટા મોટર્સના જેન્યુઇન પાર્ટ્સ સાથે ટાટા મોટર્સ અસમાંતરીત ગુણવત્તા અને સર્વિસ પ્રતિબદ્ધતાની ખાતરી કરે છે.