સરકાર સરકાર સોશિયલ મીડિયા પર ગાળિયો કસવાની તૈયારીમાં છે. સરકાર દોઢેક મહિનામાં સોશિયલ મીડિયા પર નવાં નિયંત્રણો લાદી દેશે. મોદી સરકારના આઈટી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરનો દાવો છે કે, સોશિયલ મીડિયાને કાબૂમાં રાખવાના નિયમો તૈયાર છે અને જુલાઈના અંત પહેલા સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાગુ કરી દેવાશે.
