ચોમાસુ સોળ આની રહેવાના વર્તારાથી ધોરાજી વિસ્તારના ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા છે. ચાલુ વર્ષે મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર વધશે. આ વર્ષે ચોમાસુ સારુ રહેશે અને સોળઆની થશે એવો વેધર એનાલીસીસે અંતે હોળીની જાળ પરથી વરતારો આવેલ અને ચાલુ વરસે ખેડુતોને કપાસ, મગફળી અને સોયાબીનના બહુ જ સારા ભાવો મળેલ છે. ભાદર-1 અને ભાદર-2 અને ફોફળ ડેમમાંથી ઓરવાડીયાના પાણી છોડાતા ખેડુતોએ કપાસ, મગફળી અને સોયાબીનનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલ છે. અમુક ખેડુતોનો કપાસ ઉગી પણ ગયો છે.
