આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેકટ એવા ગાંધીનગર મેટ્રો અન્વયે ટી.પી. સ્ક્રીમ નં ૧, ૨ તથા ૨૧ – કોબાનો ખુલ્લો રસ્તો કરેલ છે જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કમિશ્નર સાહેબ શ્રી ધવલભાઈ પટેલ, ટી.પી.ઓ. શ્રી આર. એમ પટેલ, ટી.પી.ઓ. ટીમ સ્ટાફ શ્રી ડી.એસ. પાઠક તેમજ ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર દ્વારા ગ્રામ્યજનોનું સકારાત્મક નિરાકરણ કરી સુખદ સમાધાન કર્યું છે ત્યારે વિસ્તારના નાગરિકોને ખૂબ ખૂબ અંભિનંદન સહ સહકાર આપવા બદલ સૌ મહાનગરપાલિકાના હોદ્દેદારો-પદાધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેમાં કોર્પોરેટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ અને શ્રી પોપટસિહ ગોહિલ સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી વિસ્તારના વિકાસની સુંદર કામગીરી કરેલ છે.

“સર્વજન હિતાય, સર્વજન સુખાય’’નો વિચાર સાથે માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ સહિતની જીવન જરૂરિયાતની તમામ પાયાની સવલતો અને જનપયોગી કાર્યો કરવાની દિશામાં માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન. પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં ભાજપ સરકાર આગળ વધી રહી છે ત્યારે આજના આ લોકાભિમુખ અન લોકભોગ્ય માટે થયેલા કામનો પ્રત્યક્ષ લાભ નાગરિકોને મળશે સાથે-સાથે પ્રજાજનોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.