વર્ષ ની શ્રેષ્ઠ એકાદશી, ઍક સાથે ચોવીસ એકાદશી નુ ફળ આપતી નિર્જલા એકાદશી
નિજઁળા એકાદશી /ભીમ અગિયારસ : આ એકાદશી કરવાથી ચોવીસ એકાદશીનુ ફળ પ્રાપ્ત થાય છે.પાંચ પાંડવોને દરેકે દરેક એકાદશી કરવાનુ વ્રત હતુ.તેમા ભીમ થી ભુખ્યા રહેવાતુ નહી.તેણે તેના ગુરુ વેદ વ્યાસ ને કહ્યું કે મારાથી ભુખ્યા રહેવુ અશકય છે. મારા પેટમા વૃક નામનો અગ્નિ હમેશા સળગ્યા કરે છે. અન્ન વગર તે તૃપ્ત થતો નથી. મારાથી ઉપવાસ કરવો કઠિન છે. હુ પોતે એકટાણું કરવા પણ સમર્થ નથી તો મારાથી આખો દિવસ ભુખ્યા કઇ રીતે રહી શકાય ? માટે હુ દાન, ધમઁ ,પૂજા પાઠ બધુ કરવા તૈયાર છું.પરંતુ મારાથી ભુખ્યા નહી રહેવાય. માટે મને કઇક એવુ જણાવો કે મારે વારંવાર એકાદશીનુ વ્રત ન કરવુ પડે. મને કોઇ એવું વ્રત બતાવો કે જેના થકી તમામ એકાદશી નુ ફળ મેળવી શકાય.વ્યાસજી ને ભીમની વાત યોગ્ય લાગી એટલે કહ્યું વત્સ તું માત્ર જ્યેષ્ઠ માસ ની એકાદશી જળ ગ્રહણ કર્યા વગર કર. વેદ વ્યાસે જણાવ્યું કે જેઠ મહિનામા આવતી નિજઁળા એકાદશી કરવાથી ચોવીસ એકાદશીનુ ફળ પ્રાપ્ત થાય છે. જો આ એકાદશી નિજૅળા રહી એટલે કે પાણી પણ પીધા વીના નકોરડો ઉપવાસ કરવામાં આવે તો આખા વષૅ ની ચોવીસ એકાદશી નુ ફળ મેળવી શકાય છે. ભીમે મહર્ષિ ની વાત સ્વીકારી ગુરુ ના વચનો પર વિશ્વાસ રાખી ભીમે ખુબજ ધાર્મિક ભાવથી આ નિજઁળા એકાદશી કરી હતી.એટલા માટે પણ આ એકાદશી ને ભીમ અગિયારસ પણ કહેવામા આવે છે. મહર્ષિ વેદ વ્યાસે આ એકાદશી ના મહિમા વિશે કહ્યું છે કે આ દિવસે સ્નાન કરી શુદ્ધ થઈ જળ નો ત્યાગ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુ નુ સતત સ્મરણ કરવું તથા ભૂખ્યાને ભોજન કરાવવું. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, રિધ્ધિ, સિધ્ધિ , આયુષ્ય, બલ, આરોગ્ય, સંતતિ તથા વિજય પ્રાપ્ત થાય છે. ભીમે આ વ્રત કરી તમામ ફળ પ્રાપ્ત કર્યા હતા. સૌરાષ્ટ્ર મા ભીમ અગિયારસ નુ ખુબજ મહત્વ છે.આ નિજઁળા એકાદશી કરવાથી પાપોનો નાશ થાય છે, સુખ સંપત્તિ આપનાર અને મનોવાંછિત ફળ આપનારી આ એકાદશી કરવાથી વષઁ ની ચોવીસ એકાદશીનુ ફળ પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નુ પૂજન, અચઁન, ધુપ, દિપ , ફળ, ફુલ દ્વારા અને ખાસ કરીને કેરીના ફળો થી પૂજા કરવામાં આવે છે અને અનેક કેરીઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને ધરાવી મનોરથ કરવામા આવે છે.શ્રી હરિ વિષ્ણુ સમક્ષ પાણી ભરેલા ઘડા મુકવામા આવે છે. આ પાણી મા સાકર નુ મિશ્રણ કરવામા આવે છે અને અનેક પ્રકારની કેરીઓ ધરાવીને પૂજા કરવામા આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર મા બહેન, દીકરીઓને, ઘરે બોલાવી કેરીઓ અને કેરીનો રસ જમાડવામા આવે છે. આ નિજૅળા એકાદશી ખરેખર પાવનકારી અને ખુબજ મોટુ ફળ આપનારી છે. નિર્જળા એકાદશી ના દિવસે અન્ન,વસ્ત્ર, ગાયો, જળ, શય્યા,શુભ આશન, કમંડલ, તથા ઍક છત્ર પણ કોઇ સુપાત્ર ને અવશ્ય દાન મા દેવું જોઇએ. તેજ પ્રમાણે જે મનુષ્ય તે નિર્જળા એકાદશી ના દિવસે કોઈ સુપાત્ર ને બે જોડા નું પણ વાહન સાથે દાન કરે છે તે સ્વર્ગલોક માં પૂજાય છે. વળી જે મનુષ્ય આ નિર્જળા એકાદશી નું મહાત્મય ભક્તિથી સાંભળે અને બીજાને પણ કહે છે તે બેય જણા મર્યા પછી સ્વર્ગ ને પામે છે. આ દિવસે કરેલું દાન અનેકગણું પુણ્ય આપનારું થાય છે. પદ્મપુરાણ ના 52, માં અધ્યાય મા જેઠ સુદિ નિર્જલા એકાદશી નુ મહાત્મય દર્શાવવામાં આવ્યુ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને આ એકાદશી ખુબજ પ્રિય છે. અમદાવાદ ગુજરાત માં વિકટોરીયા ગાડઁન પાસે ગુજરી બજાર ખાતે પદ્મપુરાણ વર્ણિત પ્રાચીન શ્રી હરિ વિષ્ણુ મંદિર આવેલું છે જે મંદિર આખા વિશ્વ નુ દુર્લભ મંદિર ગણાય છે. આ મંદિરમા ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની પ્રતિમા અગિયારમી સદીની છે અને આ પ્રતિમા સાલિગ્રામ પત્થર માથી કંડારવામાં આવેલી છે. આ દિવસે ભાવિક ભક્તો ધાર્મિક ભકતજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મહંત શ્રી અશોક વાઘેલા : (પ્રાચીન શ્રી હરિ વિષ્ણુ મંદિર.)
પાપી ને પણ પાવન બનાવે એક હરિ નુ નામ
નીચાને પણ પૂજય બનાવે એક હરિ નુ નામ.
નાના ને પણ શ્રેષ્ઠ બનાવે એક હરિ નુ નામ.
દુષ્ટ ને પણ ભકત બનાવે એક હરિ નુ નામ. લેખક : અશોક વાઘેલા .મો : ૯૯૨૫૭૦૩૬૬૫ .
