યુપીના પ્રયાગરાજમાં શનિવારે ફરી હિંસા ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમુક તોફાની તત્ત્વોએ અહીં શિવકુટીમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરના શિવિંલગ પર ઈંડુ મૂક્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ઈંડુ રાતે મૂકવામાં આવ્યું હતું. મંદિરની છ ફૂટ ઊંચી દીવાલ કૂદીને કોઈ અહીં ઈંડુ મૂકી ગયું છે.સવારે પૂજા-પાઠ માટે ઊઠ્યો ત્યારે શિવલિંગ પર ઈંડુ હતું. અત્યારે ઈંડુ હટાવી દેવામાં આવ્યું છે.
