પંજાબમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના પુત્ર દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે જ સમયે આ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ ઘટના પંજાબના અમૃતસર શહેરમાં બની હતી. ઘટનાનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આપની સરકાર બન્યા બાદ ફાયરિંગના બનાવો સતત વધી રહ્યા છે.
