નેશનલ હેરાલ્ડ મની લોન્ડિંગ કેસમાં રાહુલને EDના ડેપ્યુટી ડાયરેક્ટર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીઓએ પ્રશ્નો પૂછ્યા હતા. સૂત્રો અનુસાર તબક્કાવાર પૂછપરછમાં EDએ પહેલા રાહુલને અંગત પ્રશ્નો પૂછ્યા. ત્યારબાદ પ્રોપર્ટી અને નાણાકીય વ્યવહારોને લગતા પ્રશ્નો હતા. રાહુલની વધુ પૂછપરછમાં યંગ ઈન્ડિયા અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવી શકે છે.
